વાર્ષિક અહેવાલ
કાર્યક્રમો અને યોજનાઓ

વુલન એક્ષ્પો

ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભારત સરકાર ના કાપડ મંત્રાલય, નવી દિલ્હી હેઠળના કેન્દ્રીય ઉન વિકાસ બોર્ડ, જોધપુર ના સહયોગથી દર વર્ષે ડીસેમ્બરના બીજા/ત્રીજા અઠવાડીયામાં ૧૦ દીવસ દરમિયાન વુલન એક્ષ્પોનું આયોજન કરવામાં આવે છે.

ઉનની બનાવેલી વસ્તુ અંગે લોકોમાં જાણકારી વધે અને આવી વસ્તુ તૈયાર કરનાર અસંગઠિત ક્ષેત્રના કારીગર / સંસ્થા ને વેચાણનો લાભ મળે તે હેતુથી ભારત સરકાર ના કાપડ મંત્રાલય, નવી દિલ્હી હેઠળના કેન્દ્રીય ઉન વિકાસ બોર્ડ, જોધપુર દ્વારા ઉન ની બનાવેલી વસ્તુનું પ્રદર્શન – સહ – વેચાણની યોજના અમલમાં મુકવામાં આવેલ છે, સદરહુ યોજના અન્વયે આ નિગમ દ્વારા ઉનની બનાવેલી વસ્તુનું પ્રદર્શન – સહ – વેચાણ અમદાવાદ ખાતે નીચેના સ્થળે યોજાય છે.

અમદાવાદ હાટ વસ્ત્રાપુર તળાવની સામે, સંદેશ પ્રેસની પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ. નિગમ દ્વારા યોજાનાર ઉપર્યુકત પ્રદર્શન – સહ – વેચાણમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ- કાશ્મિર, રાજસ્થાન, ગુજરાત અને અન્ય રાજ્યોના ૭૦ કરતાં વધુ અસંગઠિત ક્ષેત્રના કારીગર / સંસ્થાઓ ભાગ લે છે.

વુલન એક્ષ્પો અંગે લોકોમાં જાણકારી મળે અને પ્રદર્શનને બહોળી પ્રસિધ્ધિ મળે તે હેતુથી આ સમયગાળા દરમિયાન વુલન એક્ષ્પોનું સમયાંતરે કવરેજ કરી વિવિધ વર્તમાન પત્રોમાં તથા દૂરદર્શનમાં તેને પ્રસિધ્ધ કરવામાં આવે છે. અંદાજે આ એક્ષ્પોમાં રૂ. ૪૦ થી ૫૦ લાખનું ઉની બનાવટોનું વેચાણ થાય છે.

Go to Navigation