વાર્ષિક અહેવાલ
અમારા વિષે

પરિચય

સ્‍થાપના

આ નિગમની સ્‍થાપના કંપની ધારા, ૧૯પ૬, હેઠળ ડિસેમ્‍બર, ૧૯૭૦, માં કરવામાં આવેલ છે.

ગુશીલ રાજ્યમાં ઘેટાં અને ન વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ કરતું વ્યાપક સેવા અને ખરીદ-વેચાણ સંગઠન છે. ઘેટા સંવર્ધનની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી આ નિગમ ૧૯૭૦માં સ્થપાયું હતું.

ગુશીલની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.

 • ઊન ની ખરીદી અને વેચાણ
 • ઊનની વસ્તુઓનું ખરીદ-વેચાણ
 • ગુજરાતની ઘેટાંની વસ્તીના આરોગ્યનું આવરણ
 • સંવેર્ધન સુધારણા
 • તાલીમ

આ નિગમનું રાજ્યમાં સુસ્થાપિત માળખું છે. ગુશીલ રાજ્ય/કેન્દ્ર સરકારનાં નાણામાંથી અને પોતાના સ્ત્રોતમાંથી જુદી જુદી યોજનાઓ મારફત વિકાસ અને ખરીદ-વેચાણ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે.

ઉદેશો

 • રાજયમાં ઘેટાંપાલકો ગરીબીની રેખા હેઠળ જીવે છે. જેઓના આર્થિક ઉત્‍થાન માટે ઘેટાંમાંથી મળતી પેદાશોની ગુણવત્તા સુધારી, ઉત્‍પાદનમાં વધારો થાય અને તેના વ્‍યાજબી ભાવ મળે તે દ્રષ્‍ટિકોણને ધ્‍યાને લઇ નિગમનું નીચે મુજબનું વીઝન છે.
 • ઉચ્‍ચ ઓલાદના નર ઘેટાંથી ઓલાદ સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવો.
 • ઘેટાંની તંદુરસ્‍તી જળવાય અને ઉત્‍પાદનમાં વધારો થાય તે માટે આરોગ્‍યને લગતી સેવાઓ પુરી પાડવી.
 • ઊન અને ઊનની પેદાશોનું માર્કેટીંગ કરવું જેથી ઘેટાંપાલકોનું શોષણ અટકે અને પેદાશોના વ્‍યાજબી ભાવ મળે.
 • દેશમાં કાર્પેટની બનાવટો માટેની યોગ્‍ય ગુણવત્તાવાળી ઊનના જથ્‍થાની ખાધ છે. જેને ધ્‍યાને લઇ કાર્પેટ યોગ્‍ય ગુણવત્તા ધરાવતી ઊનના ઉત્‍પાદનમાં વધારો કરી દેશની જરૂરીયાત ને પહોંચી વળવા પ્રયત્‍નો કરવા.

પ્રવૃતિઓ

 • ઘેટાંની ઓલાદ સુધારણા કરી ઘેટાં અને ઉનનો વિકાસ કરે છે.
 • ઘેટાં સંવર્ધન ફાર્મની સ્થાપના કરી વૈજ્ઞાનિક પધ્ધતિથી તેનો ઉછેર કરવામાં આવે છે.
 • ઘેટાંપાલકોના આર્થિક ઉત્થાન માટે ઘેટાંપાલકો પાસેથી સીધી ઉનની ખરીદી કરવામાં આવે છે.
 • સરકારના સહાયક અનુદાનની સરકારની ચાર આયોજન બહારની તથા છ આયોજન હેઠળની યોજનાઓનું અમલ કરવામાં આવે છે.
 • કેન્દ્રિય ઉન વિકાસ બોર્ડ, જોધપુર દ્વારા મંજૂર કરવામાં આવેલ વૂલન એક્ષ્પો તથા અન્ય યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

ઉનની ખરીદી

નિગમે વર્ષ – ૧૯૮૩થી ઘેટાંપાલકો પાસેથી સીધી ઉનની ખરીદી શરુ કરેલ છે. નિગમ દર વરસે અંદાજે ૬ લાખ કીલો જેટલું ઉન ખરીદ કરે છે. જેના થકી ઘેટાંપાલકોને ઉનના વાજબી ભાવ મળે છે અને વેપારી દ્વારા થતુ શોષણ અટકેલ છે.

આઇ.ટી. એપ્લીકેશન

નિગમે તેની તમામ પ્રાદેશિક કચેરીને કોમ્પયુટર ની સુવિધા પૂરી પાડેલ છે અને કચેરીનું વહીવટી, હિસાબી, અને તાંત્રિક કામ કોમ્પયુટર દ્વારા કરવામાં આવે છે. તમામ પ્રાદેશિક કચેરીને વડીકચેરી સાથે જોડવાની કામગીરી ચાલુમાં છે.નિગમે વાણીજ્યક પ્રવૃતિના વિકાસ માટે વેબ સાઇટ પણ તૈયાર કરાવી છે.

આરોગ્યના સુધારા માટે આધુનિક સાધનોનો ઉપયોગ

નિગમે ઘેટાંને કૃમિનાશક દવા પીવડાવવા માટે તથા રસીકરણ કરવા માટે ઓટોમેટીક ડ્રેંન્ચર અને વેકસીનેટર વસાવવામાં આવેલ છે અને આ સાધનો તમામ ઘેટાં વિસ્તરણ કેન્દ્રો ખાતે પુરા પાડેલ છે. જેના થકી કામગીરીમાં વેગ અને ચોકસાઇ આવેલ છે અને ચોક્કસ માત્રામાં દવાનો ડોઝ અને રસી નો ડોઝ નક્કી કરાતાં ઘેટાંને પૂરતા ડોઝ મળે છે, અને દવાનો બગાડ થતો અટકે છે.

ઘેટાંપાલક કુંટુંબોનો આર્થિક અને સામાજિક દરજ્જાનો અભ્યાસ

ગુજરાતમાં ઘેટાંપાલનની રીતો અને ઘેટાંપાલકોની આજિવિકાને લગતા મુદ્દ્દાઓને સમજવા માટેનો અહેવાલ તેમજ ઘેટાંપાલક કુંટુંબોનો આર્થિક અને સામાજિક દરજ્જો નો સંશોધન અહેવાલ (Occupational Challenges of Sheep Breeding – A Study amongst the sheep-breeders of Gujarat) નિગમે સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ મારફતે તૈયાર કરેલ અહેવાલ નિગમને મળેલ છે. રીપોર્ટમાં એકઠી કરેલ માહિતી ખૂબ જ ઉપયોગી નિવડે છે, અને ઘેટાંપાલકોની સ્થિતીનો ખ્યાલ આવે છે.

Go to Navigation