વાર્ષિક અહેવાલ
કાર્યક્રમો અને યોજનાઓ

ઘનિષ્‍ટ ઘેટાં વિકાસ ઘટક -ભુજ અને ભાવનગર

આ યોજના અંતર્ગત ૪૫ ઘેટાં વિસ્તરણ કેંદ્રો આવેલ છે. નિગમ રેમડેપો લાયજા અને માનકુવા ખાતે જુદી જુદી ઓલાદના અંદાજે ૩૦૦ જેટલાં ઘેટાં નિભાવવામાં આવે છે. આ રેમડેપો ખાતે સારી ઓલાદના ઘેટાંનો ઉછેર કરી ઘેટાંપાલકોને વિનામુલ્યે સંવર્ધન માટે ફાળવવામાં આવે છે. ઘેટાં વિસ્તરણ કેંદ્રો ખાતે ઘેટાં પાલકોના ઘેટાંને વિના મુલ્યે કૃમિનાશક દવા પીવડાવવી, રોગ પ્રતિકારક રસીઓ મુકવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, ઘેટાંને પ્રાથમિક સારવાર પુરી પાડવી, નરઘેટાંનું ખસીકરણ કરવું, ઉનની ગુણવતા ચકાસવા નમુના એકઠા કરી ઉન પૃથ્થ્કરણ પ્રયોગશાળામાં મોકલી આપવા, ઘેટાંમાં રોગચાળાની તપાસ કરવી અને ઘેટાંપાલકોને ઘેટાંના ઉછેર બાબતે સમજ પૂરી પાડવી વિ. પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘેટાંપાલકો પાસેથી સીધી ઉનની ખરીદી કરી ઘેટાંપાલકોને ઉનના રોકડા નાણાં ચુકવી વ્યાજબી ભાવ આપવામાં આવે છે જેના થકી ઘેટાંપાઅલકોનું ખાનગી વેપારી દ્વારા થતું શોષણ અટકે છે.

Go to Navigation