વાર્ષિક અહેવાલ
કાર્યક્રમો અને યોજનાઓ

ઊનની ખરીદી

આ યોજના અંતર્ગત નિગમ રાજ્ય સરકારની ઉપરોકત ચાર તબદીલ યોજનાઓ હેઠળના ૧૦૫ ઘેટાં વિસ્તરણ કેંદ્રો ખાતે ઘેટાંપાલકો પાસેથી સીધી ઉનની ખરીદી કરી ઘેટાંપાલકોને ઉનના રોકડા નાણાં ચુકવી વ્યાજબી ભાવ આપવામાં આવે છે જેના થકી ઘેટાંપાઅલકોનું ખાનગી વેપારી દ્વારા થતું શોષણ અટકે છે. આ ઉનનું વેચાણ એક વર્ષમાં બે વખત જાહેર હરરાજી રાખીને વેચાણ કરવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે મુજબ છે

તબદીલ યોજનાઓ નિગમ હસ્તક કેટ્લા જિલ્લાઓમાં કાર્યરત છે ?

૧૬

નિગમ હેઠળની તબદીલ યોજનાઓ હસ્તક કેટ્લા ઘેટાં વિસ્તરણ કેન્દો છે ?

૧૦૫

ગુજરાતમાં મુલાયમ ઉન માટે ઘેટાંની કઇ ઓલાદ જાણીતી છે ?

પાટણવાડી

ગુજરાતની ઉનનો ઉપયોગ કઇ બનાવટ્માં થાય છે ?

ધાબળા અને ગાલીચા

પાટણવાડી સારી ઉન માટે ક્યો વિસ્તાર જાણીતો છે ?

નલીયા ક. જોડીયા (જામનગર)

ગુજરાતમાં ઘેટાં અને ઉન વિકાસ માટે કઇ ઓલાદના નરઘેટા વિદેશથી આયાત કરવામાં આવ્યા ?

ઓસ્ટ્રેલિયન મેરીનો

દેશમાં ઘેટાંની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન ક્યું છે ?

સાતમું

ગાલીચા બનાવવા લાયક ઉન ક્યા ક્યા રાજ્યમાં પેદા થાય છે ?

રાજસ્થાન અને ગુજરાત

ગુજરાતમાં ઉત્પાદીત ઉન કેટ્લા માઇક્રોનનું છે ?

૩૨-૪૫માઇક્રોન

ગુજરાતમાં મોટામાં મોટું સરકારી ઘેટાંસંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે ?

નલીયા

નિગમનું મોટામાં મોટું ઘેટાંસંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે ?

જસદણ

ગુજરાતમાં ઘેટાપાલકોના હિતાર્થે કઇ યોજના અમલમાં છે ?

વિમા સહાય

ઘેટાપાલકોના ઘેટાંના હિતાર્થે હાલમાં કઇ યોજના અમલમાં છે ?

વિનામૂલ્યે આરોગ્ય માવજત

નિગમ દર વર્ષે ક્યા એક્ષ્પો નું આયોજન કરે છે ?

વુલન એક્ષ્પો

Go to Navigation